નવરાત્રીનો મહાપર્વ એટલે માં જગદંબાના સ્વરૂપોની આરાધના ભક્તિ અને શક્તિનો પર્વ. સાતમા નોરતે માતા કાલરાત્રીની પૂજા અર્ચના કરાય છે. ત્યારે અમદાવાદના સાયન્સ સીટી સર્કલ ખાતે આવેલ અર્થ એરોમાં સોસાયટી ખાતે સાતમા નોરતે 30 થી વધુ મહિલાઓએ 1508 દીવડાઓ દ્વારા માં કાલિકાનું મુખારવિંદ બનાવી માતાજીની આરાધના કરી હતી.