રખડતાં ઢોર અને ટ્રાફિકની સમસ્યા મામલે હાઇકોર્ટના આદેશ બાદ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીએ 250 પાનાનો સરવે રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કર્યો છે. જેમાં સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓના સ્વંય સેવક તરીકે પેનલ એડવોકેટની મદદથી તમામ જિલ્લાની સ્થિતિ અંગે સરવે કર્યો હતો. સરવેના રિપોર્ટ બાદ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીએ તારણ રજૂ કર્યુ હતું કે, કેટલાક વિસ્તારોને બાદ કરતા તમામ રોડ પર રખડતાં ઢોર, તૂટેલા રોડ અને ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે.