માં ગંગા નદીની આરતી સમગ્ર દેશમાં પ્રખ્યાત છે અને ગંગા આરતીના દર્શન કરવા દેશ અને વિદેશમાંથી લોકો આવતા હોય છે. ત્યારે જે રીતે ગંગા આરતી થાય છે તે જ રીતે હવે સુરતમાંમાં તાપી મૈયાની આરતી થવા પામી છે. તેમજ લોકોએ માં તાપી નદીને સ્વચ્છ રાખવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. સુરતમાં જહાંગીરપુરા સ્થિત રામમઢી ઓવારા ખાતે મા તાપી નદીની મહાઆરતી કરવામાં આવી હતી હવેથી રોજ માં તાપીની આરતી કરવામાં આવશે.