વિશ્વપ્રસિદ્ધ અંબાજી માતાના મંદિરે આશરે 800 વર્ષની પરંપરાના ભાગરૂપે દાંતાના રાજ પરિવારનો અષ્ટમીનો યજ્ઞ કરવામાં આવશે . દર વર્ષે આ પૂજા આઠમ નોમ અને દશેરા એમ ત્રણ દિવસ થાય છે, આઠમના હવન અને પુર્ણાહૂતી. નોમના પાવડી પૂજન અને દશેરાએ ગર્ભગૃહ પૂજન. મહા થાળ કરી સમી પૂજન કરી તંત્ર દ્વારા દાંતા રાજપરિવારને વિદાય આપવામાં આવે છે. યજ્ઞમાં દાતા દરબારને મંદિરના વહીવટદાર અને ભટ્ટજી મહારાજ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.