પશુપાલન મંત્રી રાઘવજી પટેલએ કહ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો સાથો સાથ પશુપાલકો પણ બમણી આવક મેળવી આર્થિક સમૃદ્ધતા તરફ આગળ વધે અને સ્વનિર્ભર બને તે રાજ્ય સરકારની નેમ છે. ભારત સરકાર સહાયિત "નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ” હેઠળ રાજ્યમાં કુલ ૧૨૩ લાખ પશુને રસી આપી ખરવા-મોવાસા રોગ સામે રક્ષિત કરવામાં આવ્યા છે. ૯૪,૦૦૦થી વધુ પશુપાલકોનાં પશુઓ માટે સમતોલ ખાણદાણ ઉપલબ્ધ કરાવવાનું રાજ્ય
સરકારનું આયોજન છે. બૃસેલ્લોસિસ રોગ (ચેપી ગર્ભપાત) સામે રસીકરણનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે.