ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લીની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. દર વર્ષે છેલ્લા નોરતે રૂપાલ ગામમાં હજારો લોકો લાખો લિટર ઘીનો અભિષેક કરે છે. ગામમાં ઘીની નદીઓ વહે છે. નવમા નોરતે માતાજીની પલ્લી યોજાઈ હતી. જેમાં દૂર દૂરથી હજારો લોકો માતાજીની પલ્લીના દર્શન કરવા માટે આવ્યા હતાં. આ દરમિયાન લાખો લિટર ઘીનો અભિષેક કરાયો હતો