વડોદરા ડિવિઝનના 1400 જેટલા કર્મચારીઓ પોતાની પડતર માગણીઓ ન મળતા આખરે આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. ગતરોજ રેસકોર્સ ખાતે આવેલી વિભાગીય કચેરી ખાતે કર્મચારીઓ એકત્રિત થઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.જો માંગણીઓ નહીં સંતોષાય તો ST સેવા ખોરવાશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. તેમજ આ સાથે આગામી 2 તારીખે રાત્રે 12 વાગ્યે રાજ્યની ST બસોના પૈડાં થંભી જશે