વડોદરાની એમ એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે સાયન્સમાં અભ્યાસ કરતી ફેઝા નામની વિદ્યાર્થીની તબિયત અચાનક લથડતા દોડધામ મચી જવા પામી હતી. વિદ્યાર્થીનને ચક્કર આવતા ઢળી પડ્યા બાદ ફેકલ્ટી ડીન દ્વારા વિદ્યાર્થિનીને 108 એમ્બ્યુલન્ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતા વિદ્યાર્થીનીના વાલી ફેકલ્ટી ખાતે દોડી ગયા હતા. હાલ વિદ્યાર્થીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.