અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ ઉપર ટોળાએ હુમલો કર્યો હતો. રમ્ય ભટ્ટ ગત મોડી સાંજે એસ્ટેટ વિભાગની ટીમ સાથે સિવિલ હોસ્પિટલ પાસે રોડ પરના દબાણો દૂર કરવા ગયા હતા. તે દરમિયાન લોકોના ટોળાએ રમ્ય ભટ્ટ ઉપર હુમલો કરી તેમને લોહીલુહાણ કર્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત રમ્ય ભટ્ટને સારવાર અર્થે SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો સમગ્ર મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓને તેમના ઘરમાં ઘૂસીને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.