અમદાવાદમાં વસ્ત્રાપુર સ્થિત અમદાવાદ હાટ ખાતે આયોજિત 'આદિ મહોત્સવ'નો કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડાની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો . આ મહોત્સવમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોના સ્ટોલ્સ પર હસ્તકલા અને આદિજાતિ સમુદાયની કળા અને સંસ્કૃતિને દર્શાવતી વસ્તુઓ મુકવામાં આવી છે. આ મહોત્સવથી આદિજાતિ સમુદાયના કારીગરોને આત્મનિર્ભર બનવા માટે આર્થિક આધાર મળશે