શહેરના આજવા રોડ પાણીની ટાંકી પાસે રમણલાલની ચાલી આવેલ છે. આજે મળસ્કે અચાનક બોટલ માંથી ક્લોરિન લીકેજ થતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. સ્થાનિક નાગરિકોને ગુગડામણ થતા ઘરની બહાર દોડી ગયા હતા. આ દરમિયાન ગભરામણ થવાના કારણે બે જેટલી વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હોવાની માહિતી જાણવા મળી છે. બનાવની જાણ થતા પાલિકાના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા