રખડતા ઢોરને નિયંત્રણમાં લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર નિયંત્રણ પોલિસી અમલમાં લાવવામાં આવી છે, જેના ભાગરૂપે 1 સપ્ટેમ્બરથી શહેરમાં રખડતા ઢોરને પકડવાની સઘન કામગીરી કરવામાં આવે છે. જોકે, છેલ્લા 55 દિવસમાં ઢોર પકડવા જતી મ્યુનિસિપલ કોર્પોરેશનની CNCD વિભાગની ટીમ ઉપર હુમલાની 24 ઘટનાઓ બની છે. હથિયારો સાથે હુમલો કરી ઢોરને છોડાવી જવાની ઘટનામાં અડચણરૂપ બનનારા આવા તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધાવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે. પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ ઘર્ષણ થયાના બનાવો છે