પાલનપુર ફૂડ વિભાગની ટીમે ડીસાની રેલ્વે ફાટક પાસેના ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં આવેલી પદ્મનાથ ફૂડ પ્રોડક્ટ્સ પેઢીમાં રાત્રે આકસ્મિક દરોડો પાડયો હતો જેમાં તેલનો ઉપયોગ કરીને ઘી બનાવવામાં આવી રહ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. શાશ્વત પ્રીમિયમ બ્રાન્ડના 1445 ડબ્બા અને 4672 પાઉચનો જથ્થો સીઝ કરી સેમ્પલ લેબમાં મોકલાયા હતા. ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ઘીની પ્રાથમિક તપાસમાં શંકા જતા 2.48 લાખનો તમામ જથ્થો જપ્ત કરાયો હતો.