આણંદ એલ.સી.બી પોલીસની ટીમે બાતમીને આધારે પેટલાદ તાલુકાના ભારેલ ગામની સીમમાં વોચ ગોઠવી એક ટ્રક રોકી, તેના ચાલક અને ક્લિનરની અટકાયત કરી હતી. જે બાદ પોલીસે ટ્રકની તલાશી લેતાં તેમાં પાછળના ભાગે બિસ્કીટની આડમાં સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની 8772 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂનો જથ્થો, ટ્રક તેમજ બે મોબાઈલ મળી કુલ રૂપિયા 29.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.