હાલ શહેરના ચેપી રોગ દવાખાનામાં પ્રતિદિન 150 જેટલા કેસો નોંધાઈ રહ્યા છે. અને 35 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ડબલ ઋતુના કારણે આ પ્રકારના વાયરસ વિકસિત થતા હોય છે તેમ તબીબ પ્રિતેશ ભાઈએ જણાવ્યું હતું. તો બીજી તરફ કોર્પોરેશન દ્વારા જરૂરી આરોગ્યલક્ષી કામગીરી સઘન કરવામાં આવી છે.