પાલનપુર પાલિકાની સોમવારે સાધારણ સભા મળી હતી જેમાં સાધારણ સભાના ઠરાવો વંચાણે લીધા વિના કે વિપક્ષને સભામાં બતાવ્યા વિના સભા આટોપી લેવાતા વિપક્ષ લાલઘૂમ થયો હતો અને 26 ટકા હિસ્સેદારી હોવા છતાં શાસકો દ્વારા વિપક્ષને વિશ્વાસમા લીધા વિના જ વહીવટ ચલાવતા હોવાનાં મુદ્દે પ્રમુખના ચેમ્બર આગળ સૂત્રોચાર કરી પાલિકાના મુખ્ય દરવાજે તાળું મારી વિરોધ પ્રદશિત કર્યો હતો.