ગુજરાતના 17 હજાર રાશન સંચાલકો દ્વારા ગતરોજથી અસહકારનું આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા આપેલા વચન પૂરા ન કરાતા રાશન સંચાલકો હડતાળ પર ઉતર્યા હતા. પરિણામે સરકારી રાશન પર નભતા હજારો પરિવારોને દિવાળી સમયે જ ખાંડ, તેલ અને અનાજથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા તેમનું કમિશન વધારીને 20 હજાર રૂપિયા કરવાની માંગ કરવામાં આવી હતી. આ અંગે ગુજરાત ફેર પ્રાઈઝ એસોસિએશન,અમદાવાદ પ્રમુખ પ્રહલાદભાઈ મોદીએ વિગતવાર માહિતી પુરી પાડી છે.