નવેમ્બર મહિનામાં અનેક મોટા તહેવારો આવી રહ્યા છે. જેથી નવેમ્બર મહિનામાં બેંકો ઘણા દિવસો સુધી બંધ રહેશે.નવેમ્બરમાં દિવાળી પર્વને લઈ બેંકોમાં કુલ 8થી 10 દિવસની રજાઓ રહેશે. તો બીજીતરફ ૭મી ઓક્ટોબર થી બેન્કોમાં રૂપિયા બે હજારની નોટો બદલવાનું બંધ કરતા RBI આશ્રમ રોડ બ્રાન્ચની હેડ ઓફિસ પર 2 હજારની ચલણી નોટો બદલવા માટે લાંબી કતારો જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ નોટો બદલવા લોકો કમીશનની લાલચે લાઈનોમાં ઉભા રહ્યા હોવાની બૂમો ઉઠી હતી.