બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં ખેડૂતોએ જાતે કેનાલ સાફ સફાઈ કરવા મજબૂર બન્યા છે. ખેતી માટે કેનાલમાં પાણી છોડે તે પહેલાં ખેડૂતોએ જાતે કેનાલની સફાઈ કરવા લાગ્યા છે. વારંવાર કેનાલો સાફ સફાઈના કર્યા વગર પાણી છોડાતાં કેનાલો તૂટી જાય છે. ત્યારે સુઈગામ તાલુકાના રડકા ગામના 50 જેટલાં ખેડૂતોએ જાતે કેનાલની સફાઈ કરી હતી.