અંકલેશ્વરના યુવક સાથે મૈત્રી કરારમાં રહેતી યુવતીની હત્યા કરી મૃતદેહને પથ્થર સાથે બાંધીને રામકુંડ પાસે આવેલાં તળાવમાંથી પથ્થર બાંધીને નાંખી દેવામાં આવ્યો હતો. ત્રણ સપ્તાહ પહેલાં થયેલી હત્યા બાબતે હત્યારાએ નશાની હાલતમાં પોતે કરેલી કરતૂતના વટાણા વેરી દીધાં હતાં જો કે આ બાબત ભરૂચ એલસીબી સુધી પહોંચી જતાં તળાવમાંથી કોહવાઇ ગયેલો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે તેમજ બંને શકમંદ હત્યારાઓને ઝડપી પાડી તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.