અમદાવાદ મહાનગરપાલિકા ને લગતી ફરિયાદ કરવા માટે 155 303 નંબર જાહેર કરવામાં આવ્યો છે. જો કે, ફરિયાદનું નિરાકરણ થતું નથી તેવી બૂમો ઉઠી છે. શહેરના 50 જેટલા બ્રિજ પર એક કરોડથી વધુના ખર્ચે દિવાળી થી લઈને પાંચમ સુધી રોશની કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ ખાતામાં નવી જગ્યાઓ સીધી ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણીએ વિગતવાર માહિતી પુરી પાડી હતી