અમદાવાદ શહેરમાં હત્યાના બનાવો વધી રહ્યાં છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠી રહ્યાં છે. ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ પર ફાયરિંગ કરીને હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી હતી. જેમાં નવો ખુલાસો થયો હતો કે, મૃતકે પૈસાની લેતી દેતીમાં મિત્રની હત્યા કરી હતી અને ત્યાર બાદ પોલીસના હાથે પકડાઈ જવાના ડરથી ગોળી મારીને પોતે આપઘાત કરી લીધો હતો. આ બનાવ બાદ ગઈકાલે રિવરફ્રન્ટ પર શહેર પોલીસ કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતાં અને સમગ્ર ઘટના અંગે માહિતી મેળવી હતી.