સાયન્સ સિટી ખાતે નવા તૈયાર કરાયેલા મલ્ટિ મીડિયા લેસર એન્ડ ફાઉન્ટનનું મુખ્યમંત્રીએ શુક્રવારે લોકાર્પણ કર્યું હતું. 50 મીટર ઊંચા સેન્ટ્રલ વોટર જેટ, 800 રંગબેરંગી લાઈટ અને 15 મ્યુઝિકલ પેટર્ન સર્જતી 600થી વધુ નોઝલ સાથે આ ફાઉન્ટન આકર્ષક કૃતિઓ બનાવે છે. 36x16 મીટરની વોટર સ્ક્રીન પર મલ્ટિ મીડિયા લેઝર સાઉન્ડ શો સાથે બે અન્ય સ્ક્રીન અને થ્રીડી પ્રોઝેક્શન સાથે દર સોમવાર સિવાય આ મ્યુઝિક ફાઉન્ટનના રોજ 25 મિનિટના બે સ્પેસ થીમ આધારિત શો યોજવામાં આવશે