શહેરના શિલજમાં આવેલા સાફલ્ય રીનોન નામના એપાર્ટમેન્ટમાં ગત રાત્રીેએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવનાર ઘટના બની હતી. જેમાં એપાર્ટમેન્ટમાં જ સિક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા ત્રણ પંજાબના વ્યક્તિ અને અન્ય બે લોકોએ રાતના સમયે એક ફ્લેટમાં લૂંટના ઇરાદે ઘુસી જઇને મકાન માલિક મહિલા સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો અને તેને ત્યાં ઘરઘાટી તરીકે કામ કરતી ૧૯ વર્ષીય યુવતી પર ગેંગરેપ કર્યો હતો. તે પછી લૂંટનો મુદ્દામાલ અને કાર લઇને નાસી ગયા હતા. જો કે , બનાસકાંઠા પોલીસે એક રાજસ્થાન જતી ખાનગી ટ્રાવેલ્સમાંથી લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જે બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી