વલસાડ RTO દ્વારા કારની નવી સિરીઝ GJ-15-CP ખુલ્લી મુકવામાં આવી હતી. નવી કાર ખરીદનાર કાર માલિકોને પસંદગીના નંબર માટે વલસાડ RTO દ્વારા ઓનલાઈન હરાજી યોજાઈ હતી. જેમાં GJ-15-CP-0001નંબર મેળવવા માટે ભારે રસાકસી થઈ હતી. જે બાદ વાપીના એક કાર માલિકે નવી સીરીઝનો પ્રથમ નંબર મેળવવા માટે રૂ. 18 લાખ સુધીની બોલી લગાવી નવી કાર માટેનો નબંર મેળવ્યો હતો.