યાત્રાધામ અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવા માટે શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ટહેલ નાખવામાં આવી છે. જેના પગલે માઇભક્તો દ્વારા વર્ષોવરસ સોનાની ભેટ ધરવામાં આવે છે. માઇભક્તોના મનોરથ પુરા થતાં તેઓ સોનાના બિસ્કીટ, માતાજીને સોનાના આભૂષણો ભેટ ધરતા હોય છે. ત્યારે શુક્રવારે એક માઇ ભકતે સોનાના સાત સિક્કા વજન 6.50 ગ્રામ કિંમત રૂ.39,78,000 નું દાન માતાજીના શ્રી ચરણમાં ભેટ ધર્યું હતું.