ગુજરાત-રાજસ્થાન સરહદે શામળાજીથી 6 કિમી દૂર રાજસ્થાનમાં અકસ્માત સર્જાયો હતો . ડુંગરપુરના વીંછીવાડાથી શામળાજી વચ્ચે રોંગ સાઈડ જતી કાર ખાનગી ટ્રાવેલ્સ સાથે ટકરાતાં કારના આગળના ભાગના ફુરચેફૂરચા ઊડી ગયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં અરવલ્લીના ચાર યુવકનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.