આકલાવના લાલપુરા ગામે કોસિન્દ્રા માર્ગ પર આવેલા મેલડી માતાના મંદિર પાસે મકાનમાં બપોરે અચાનક મકાન ઉપર મુકેલા પૂળામાં આગ લાગી હતી. એ સમયે પરિવારજનો નીચે જ હતા. જોકે, આ અંગેની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. બીજી તરફ પરિવારજનો દ્વારા તુરંત જ તમામ ઘરવખરી બહાર કાઢી લીધી હતી અને બોરસદ ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.