રામોલમાં પતિ પત્નીના તકરારમાં મધરાતે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં ઉશ્કેરાઇને આડેધડ તિક્ષ્ણ હથિયારના ઘા મારીને પત્નીની હત્યા કરીને પતિ ભાગી ગયો હતો. વહેલી સવારે બાળકો જાગ્યા ત્યારે માતા લોહી લુંહાણ હાલતમાં મૃત અવસ્થામાં પડેલી હતી. આ બનાવ અંગે રામોલ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે