મ્યુનિ.શાસકો દ્વારા સોમવારે વર્ષ-૨૦૨૧-૨૨, ૨૦૨૨-૨૩ તથા ૨૦૨૩-૨૪ એમ ત્રણ વર્ષના બજેટ સંદર્ભમાં રીવ્યુ બેઠકનું આયોજન કર્યુ હતુ.વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે કરેલા આક્ષેપ મુજબ, શહેરમાં રોડ ઉપર રખડતા ઢોર, બિસ્માર રસ્તા સહિત અનેક સમસ્યાની વચ્ચે મ્યુનિ.શાસકપક્ષ તરફથી વાર્ષિક બજેટમાં જાહેર કરવામા આવેલી અને મંજુર થયેલી દરખાસ્ત પૈકી મોટાભાગની દરખાસ્ત ઉપર બે વર્ષ પુરા થવા છતાં અમલ કરાવી શકાયો નથી.બજેટમાં પોકળ વાયદા કરી શહેરીજનોને ગુમરાહ કરવામા આવી રહયા છે.