સુરતના સારોલી પોલીસ મથકમાં કાપડનો માલ લઈ નાણાં ન ચૂકવી દુકાન બંધ કરી આરોપીઓ ફરાર થઈજતા ફરિયાદ નોંધાઈ હતી જેથી પોલીસે તાત્કાલિક આરોપી રમેશ ઉર્ફે મુન્ના રાજદેવ મોરિયાને ઝડપી પાડ્યો હતો. આરોપી મુંબઈ મલાડ ઇસ્ટ ખાતે કાપડનો વેપાર કરતો હતો.આરોપીની મોડસ ઓપરેન્ડી એવી હતી કે, સુરત શહેરના પ્રતિષ્ઠિત વેપારીઓ સાથે દલાલ મારફતે ઓળખાણ કરી મોટાપાયે કાપડનો માલ ખરીદી કાપડના માલને સસ્તા ભાવે રોકડામાં વેચી દુકાન બંધ કરી ઉઠામણું કરી લેતો હતો.