સુરતના ધારાસભ્ય કુમાર કાનાણી સરકારી તંત્રને આડેહાથ લેવામાં પાછી પાની કરતાં નથી. ત્યારે છેલ્લા હાલ દિવાળીના સમયમાં સુરતથી સૌરાષ્ટ્ર જતાં લોકોના વાહનોને ખોટી રીતે હેરાન કરવામાં આવતાં હોવાના આક્ષેપ સાથે પત્ર ગૃહમંત્રી હર્ષ સંઘવીને પાઠવવામાં આવ્યો છે.વાસદ ટોલનાકા પછી સૌરાષ્ટ્ તરફ જતા સુરતના લોકોની કાર પોલીસ દ્વારા ખોટી રીતે રોકવામાં આવે છે. આણંદ જિલ્લા પોલીસ 15-20 લોકોના ટોળામાં ઉભા રહી કારને ઉભી . તોડબાજી કરવાના હેતુસર વાહન માલિકો સાથે ગાળા ગાડી કરી ગમે તેમ વર્તન કરવામાં આવે છે તેવા આક્ષેપ કરવામાં આવ્યાં છે.