સુરત મનપા દ્વારા ભગવાનના જૂના ફોટા સ્વીકારવાની શરૂઆત કરવામાં આવી છે. મનપાની તમામ વોર્ડ ઓફિસમાં ભગવાનના જૂના ફોટા સ્વીકારાશે.
દિવાળીની સફાઈને ધ્યાને રાખીને મનપા દ્વારા આ નિર્ણય કરાયો છે. ઉલ્લેખનીય છે કે, સફાઈ કરી લોકો ભગવાનના ફોટા નદીમાં, મેદાનમાં કે ઝાડ પાસે રેઢા મુકતા ધાર્મિક લાગણી દુભાય છે. સુરતના મનપાના પાલ વોર્ડને સારો પ્રતિસાદ મળતા તમામ વોર્ડમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. સવારે 7થી 11 અને બપોરે 2થી સાંજે 5.20 વાગ્યા સુધી ફોટો સ્વીકારાશે.