નવસારી શહેરમાં અનેક વિસ્તારોમાં જર્જરિત ઈમારતમાં લોકો વસવાટ કરી રહ્યા છે. પાલિકાએ વર્ષોથી તેમને માત્ર નોટિસ આપી જવાબદારીમાંથી છટકી જાય છે. ચોમાસામાં ફુકાતા ભારે પવનને કારણે દર વર્ષે કેટલાક વિસ્તારોમાં ગેલેરી તૂટી પડવાના બનાવો બન્યા છે પરંતુ પાલિકા આ બનાવવામાંથી બોધપાઠ લીધા વિના માત્ર નોટિસ આપી સરકારી કાર્યવાહી કરવામાં માને છે. તેવામાં શહેરમાં લોખંડવાલા કોમ્પલેક્ષમાં જર્જરીત ઈમારતની ગેલેરી તૂટી પડી હતી. આ ઘટનામાં 40 વર્ષીય રઇસાબાનુંનું દ મોત થતા પરિવાર શોકગ્રસ્ત બન્યો છે.