'આપ' પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ ચૈતર વસાવાના પરિવારની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે, ચૈતરભાઈને ફસાવવા ષડયંત્ર કોણે રચ્યું હશે તે એક સવાલ છે. સમગ્ર આદિવાસી સમાજ આગામી ચૂંટણીમાં આ બધા ષડયંત્રોના જવાબ આપશે. આ મુશ્કેલ સમયમાં ચૈતર વસાવાસાથે સમગ્ર પાર્ટી ઊભી છે. ચૈતરભાઈ વસાવાની છબીને ખરાબ કરવા અને આદિવાસી સમાજનું અપમાન કરવા માટે ભાજપે વન વિભાગના કર્મચારીઓ પર દબાણ નાખીને ખોટા કેસ કરાવ્યા છે.