વરણામાં પોલીસ દ્વારા 2022 થી આજ દિન સુધી કુલ 69 ગુનામાં દારૂની 48,225 બોટલો અને બિયરના 8,297 ટિન મળી કુલ 78,993 બોટલ અને ટીનના જથ્થા ઉપર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. દોઢ કરોડથી વધુ કિંમતના દારૂ અને બિયરના જથ્થાને કરજણ તાલુકાના બામણ ગામની સીમમાં આવેલી એક બંધ ખાનગી કંપનીના લઈ જવાયો હતો અને ત્યાં તેનો નાશ કરવામાં આવ્યો હતો. પ્લાસ્ટિકની ખાલી બોટલો અને પુઠાના ખોખા સળગાવી દેવાયા હતા.