અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા માટે ઢોર પકડવાની કામગીરી સઘન બનાવવામાં આવી છે .લાયસન્સ વિનાના પશુઓને શહેર બહાર લઈ જવા તાકીદ કરવામાં આવી છે ત્યારે સમગ્ર મુદ્દે માલધારીઓ દ્વારા કોર્પોરેશન ખાતે દેખાવ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. માલધારીઓએ જણાવ્યું હતું કે તેઓ પણ કોર્ટના આદેશનું પાલન કરવા અને સરકારને સહયોગ આપવા તૈયાર છે પરંતુ કેટલીક બાબતો છે જેમાં સુધારો કરવો જરૂરી છે.