દિવાળીના તહેવારમાં ફટાકડાના કારણે આગના બનાવો બને ત્યારે ફટાકડાથી લોકો દાઝી ગયાં હોય તેવી ઘટનાઓ પણ સામે આવે છે. આ પ્રકારની મેડિકલ ઇમર્જન્સીમાં તબીબી સારવાર મેળવવી અઘરી પડતી હોય છે કેમ કે સરકારી હોસ્પિટલની વાત કરીએ તો કેટલાક તબીબો દિવાળી વેકેશશની જાહેર રજાઓ પર હોય છે. ત્યારે આ સમાચાર રાહતરુપ બની રહેશે કે 108ની જેમ અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા દિવાળીના પર્વને લઈને ડોક્ટર ઓન કોલ સેવા ચાલુ રાખવામાં આવશે. છેલ્લા દસબાર વર્ષથી એએમએ દ્વારા આ અભિયાન ચાલે છે જેમાં આ વર્ષે પણ ડોક્ટર ઓન કોલની સેવા ચાલુ રાખવામાં આવશે. 11 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી આ સેવા ચાલુ રહેશે. આ અભિયાનમાં 52 જેટલા નિષ્ણાત તબીબો જોડાયા છે.