પાટણ શહેરના નિર્મળ નગર પાસે મંગળવારે રાત્રે પાર્લર પર બે યુવક વચ્ચે સામાન્ય હાથની કોણી અડવાના કારણે થયેલ તકરાર ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં 20 યુવકની પૂર્વ આર્મી મેન અને તેના બે પુત્રોએ સાથે મળી છરાના ઘા મારી કરપીણ હત્યા કરી ફરાર થઈ જતાં પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં બંને પુત્રો અને પિતાને પકડી વધુ તપાસનો દોર શરૂ કર્યો છે.