નર્મદા જિલ્લાના નાંદોદ વિધાન સભાની ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા વર્ષની શુભેચ્છાઓ માટે એક સ્નેહમિલન યોજાયું હતું. આ સ્નેહ મિલન સમારંભમાં ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખે પોતાનો બળાપો કાઢતા આક્રોશ સાથે જણાવ્યું હતું કે, સામાન્યમાં સામાન્ય કાર્યકર ધારાસભ્યનું અપમાન કરે છે, કાર્યકરો મારી સામે જોઈને મારી હસી ઉડાડે છે. આમ કહી ભાજપના કાર્યકરો ઉપર જ ઉભરો ઠાલવ્યો હતો.