આજે વિશ્વ મત્સ્યોદ્યોગ દિવસે અમદાવાદના સાયન્સ સિટી ખાતે 'ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023' નો શુભારંભ થયો છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં પ્રથમવાર માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યું છે. માછીમારો, બોટમાલિકો, પગડીયા માછીમારો, માછલી વેચાણ કરતા લાયસન્સ ધારકો, મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓના સભ્યો અને મત્સ્યોદ્યોગ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તમામ નાગરિકોને બેંક મારફત સસ્તા ધિરાણ મળી રહે તેવા હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અમલમાં મૂકાઇ છે