અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ જોવા આવેલા યુવક પાસેથી દારુની બોટલ પકડાયા બાદ બંદોબસ્તમાં રહેલી પોલીસે 20 હજાર રુપિયાનો તોડ કર્યો હતો. આ મામલે ગુજરાત ફર્સ્ટે એક્સક્લ્યુઝિવ અહેવાલ દર્શાવ્યા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તોડકાંડમાં યુવકને રુપિયા પાછા આપવાની પોલીસને ફરજ પડી છે. પોલીસ તંત્રએ આ મામલે જવાબદાર 7 TRB જવાનોને ફરજ પરથી મોકૂફ કર્યા છે તો 2 કોન્સ્ટેબલ અને 1 હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે