અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા સ્વ. અશોક ભટ્ટના દિકરી અને હાલ ભાજપના નેતા પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટની બહેન જ ચેઇન સ્નેચિંગનો ભોગ બન્યા હતા. અત્રે નોંધનીય છે કે, સ્વ. અશોક ભટ્ટ ગુજરાત સરકારમાં સ્વાસ્થય મંત્રી પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ કાયદો અને વ્યવસ્થા મંત્રી પણ રહી ચુક્યા છે. ત્યાર બાદ તેઓ ગુજરાત વિધાનસભાના સ્પીકર પણ રહી ચુક્યા છે.બે ચેઇન સ્નેચર દ્વારા ભટ્ટના બહેનના ગળામાંથી ચેઇન ખેંચીને ભાગી છુટ્યા હતા. નારણપુરા વિસ્તારમાં ચેઇન સ્નેચિંગની ઘટના બનતા ચકચાર મચી ગઇ હતી. પોલીસ પણ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ દોડતી થઇ હતી