ભરૂચના ઝાડેશ્વર ગામમાં એકલી રહેતી વૃધ્ધાના ઘરમાં ચોરીના ઇરાદે પ્રવેશેલા તસ્કરોએ વૃધ્ધા જાગી જતાં તેને બંધક બનાવી દીધી હતી. તેને પલંગ સાથે બાંધી તેના કાનમાં રહેલી અડધા તોલાની સોનાની કડી, બંગડી, મોબાઇલ અને 5 હજાર રોકડા સહિત 50 હજારથી વધુની લૂંટ ચલાવી બંને લૂંટારૂ ફરાર થઇ ગયાં હતાં.