આવતીકાલથી માલધારીઓ આંદોલન પર ઉતરશે તેવી જાહેરાત માલધારી એકતા સમાજના પ્રમુખ નાગજી રબારીએ કરી છે. તેઓએ જણાવ્યું છે કે, માલધારી સમાજની લડત ચાલુ થવાની છે તેમાં આ લડત રખડતા પશુઓની નથી. નિર્દોષ લોકોનો અકસ્માતમાં જીવ જાય કે ઈજા થાય અને રોડ પર પશુઓ આવતા હોય તેની નથી. પણ આ લડત બે પગવાળા આખલા શોધવાની છે, જેમને ડબ્બામાં પૂરવા જરૂરી છે, તેઓ ગૌચરની જમીન ગળી ગયા છે.