મહારાષ્ટ્રના ભુસાવલથી પાલઘર સુધી માલગાડીઓ માટેનો ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર તૈયાર થઈ રહ્યો છે. જેમાં નવસારીના આદિવાસી તાલુકાઓ વાંસદા, ચીખલી અને ખેરગામમાંથી પસાર થવાની જાણ થતા જ આદિવાસીઓમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે વાંસદાના રૂપવેલ ગામે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રાત્રી સભા યોજાઈ હતી. જેમાં જીવ આપીશું પણ જમીન નહીં આપીએ ના નારા સાથે વિરોધ નોંધાવી જમીન નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.