નવસારીના ચારપુલ પાસે આવેલા બે માળના મકાનમાં પહેલા માળે લાકડાના કબાટમાં અકસ્માતે લાગેલી આગ બીજા માળે પહોંચી હતી. જોકે આગને પગલે ધુમાડો નીકળતા પહેલા માળે રહેતા ભાડુઆતો બહાર નીકળી આવ્યા હતા. બીજા માળે રહેતા પરિવારમાં બે બાળકો હોય ફાયર બ્રિગેડ આવીને આગ વધુ ફેલાય તે પહેલાં બીજા માળે પહોંચીને બન્ને બાળકોને બચાવી લેવામાં સફળ રહ્યાં હતા. જોકે આગને પગલે બન્ને બાળકને સાધારણ ઈજા થઈ હતી. આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું ફાયરબ્રિગેડના પ્રાથમિક અનુમાન છે.