પાટનગરમાં સરકારી અન્યાય સામેની લડતના એક પછી એક રણશીંગા ફૂંકાતા રહે છે. અનેકવિધ માંગણીઓ સાથે એક મહિનાથી આંદોલન ચલાવી રહેલી આંગણવાડીઓની કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા હકારાત્મક પ્રત્યુત્તર નહીં મળવાથી આંદોલનને નવી દિશા અપાનાર છે. તેના અંતર્ગત આવેદન પત્ર સુપરત કરવા સાથે તંત્ર પાસેથી ગાંધીનગરમાં મામલતદાર કચેરી સામે જ ત્રણ દિવસ માટે પ્રતિક ઉપવાસ પર બેસવાની મંજુરી માંગી છે.