મેગાસિટી અમદાવાદમાં વાહનોની ગતિમર્યાદાનો નિયમ ન પાળનારા લોકો માટે પોલીસ દ્વારા સખત વલણ અપનાવવામાં આવી રહ્યું છે. જેમાં સ્પીડ ગન સહિત ટેકનોલોજીના ઉપયોગ થકી કેટલાક સાધનોથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં બસની અડફેટે યુવતીના મોત બાદ સફાળી જાગેલ પોલીસે ફરી એક વખત ઝુંબેશ રૂપે ટ્રાફિક નિયમોનું ઉલ્લઘન કરનાર બેદરકારો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે.