મોહન ભાગવત મંગળવારે ઉત્તર પ્રદેશમાં મથુરાના ફરાહ વિસ્તારમાં દીનદયાળ કામધેનુ ગૌશાળા સમિતિના એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. કાર્યક્રમમાં ગાયોની હાલત પર દુખ વ્યક્ત કરતા ભાગવતે કહ્યું હતું કે, કહેવાય છે કે, બાંગ્લાદેશમાં ગાયોની હાલત સૌથી વધુ છે. ગાયોની કતલ કરવામાં આવે છે, પરંતુ પ્રશ્ન એ છે કે તેમને ત્યાં કોણ મોકલે છે? આ ગાયો હિન્દુઓના ઘરેથી ત્યાં પહોંચે છે અને તેમને લઈ જનારા લોકો પણ હિન્દુ જ છે